BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
ઍક્ઝિટ પોલ : પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તામિલનાડુમાં કોની બની શકે છે સરકાર?
ઍક્ઝિટ પોલ એક અનુમાન હોય છે. હવે મતદાન પૂર્ણ થયાની સાથે જ તમામ વિધાનસભાઓના અલગ-અલગ ઍક્ઝિટ પોલ સામે આવી ગયા છે.
બીબીસીના પત્રકારત્વને સન્માન, WAN-IFRA ઍવૉર્ડ્સમાં ત્રણ પુરસ્કાર મળ્યા – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ-દુનિયાના તમામ મહત્ત્વના સમાચારો માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
નાસિક ટીસીએસ : ધર્મ પરિવર્તન અને જાતીય સતામણીના આરોપો તથા તેની તપાસ પર કેમ સવાલો ઉઠી રહ્યા છે
નાસિક ટીસીએસ મામલે પહેલી એફઆઈઆર દાખલ થઈ ત્યારથી લઈને એક મહિનો પૂરો થયો છે. આ વચ્ચે કેટલાંક સામાજિક સંગઠનો, અભિયુક્તોના પરિજનો અને વકિલો આ મામલે કેટલાક સવાલો ઉઠાવી રહ્યા છે.
'બૅન્ક મૅનેજર વાત સાંભળવા તૈયાર નહોતો', ભાઈ દફન બહેનનો મૃતદેહ કાઢીને લઈ ગયો, શું છે આખો મામલો
ઓડિશાના ક્યોંઝર જિલ્લામાં એક બૅન્કના કર્મચારીઓ અને ગ્રાહકો ત્યારે સ્તબ્ધ થઈ ગયા જ્યારે 52 વર્ષીય જીતુ મુંડા પોતાના ખભા પર હાડપિંજર લઈને બૅન્કમાં પ્રવેશ્યા.
જ્યારે સુનીલ ગ્રોવર વિશે સલમાન ખાન બોલ્યા, 'તેમને જોઈને લાગે છે કે હું કેટલો અયોગ્ય છું'
"જ્યારે અમે તેમને (સુનીલ ગ્રોવરને) જોઈ રહ્યા હતા, ત્યારે મને લાગ્યું કે હું કેટલો અસમર્થ છું. તેઓ કૉમેડી કરવાની કોશિશ નથી કરતા, પરંતુ પાત્ર ભજવે છે", સલમાન ખાને આ વાત વર્ષ 2017માં કહી હતી.
પશ્ચિમ બંગાળ SIR : 34 લાખ અપીલ પરંતુ તેની સામે માત્ર 1,607 નામોનો ઉમેરો, કેટલા કેસોની સુનાવણી થઈ તેની પણ જાણકારી નહીં
આ યાદી, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ટ્રિબ્યુનલ્સે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મતદાર યાદીમાં સુધારા સામે કરવામાં આવેલી અપીલો બાબતે કરેલા નિર્ણય પર આધારિત છે.
ગુજરાત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૉંગ્રેસ-આપને કેવો ફાયદો થયો અને હવે કેવા પડકારો છે?
ભારતમાં ઘણા બીજા પ્રદેશોની માફક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીનું ભવિષ્યનું ચિત્ર સ્પષ્ટ કરવા માટે મહત્ત્વપૂર્ણ મનાય છે, બીબીસી ગુજરાતીએ આ ચૂંટણીનાં પરિણામોની રાજ્યમાં વર્ષ 2027માં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પર કેવી અસર થશે એ અંગે જાણવા માટે કેટલાક રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી હતી.
પશ્ચિમ બંગાળમાં નિર્ણાયક મતદાન : મમતાએ ભાજપ પર શું આરોપ લગાવ્યો
પશ્ચિમ બંગાળની કુલ 294 વિધાનસભા બેઠકોમાંથી 142 બેઠકો પર બીજા અને અંતિમ તબક્કા માટે 29 એપ્રિલે મતદાન થશે, 23 એપ્રિલે પ્રથમ ચરણનું મતદાન યોજાયું હતું.
રાતના 3 વાગ્યે એવું શું ઘટે છે કે કેટલાક લોકોની ઊંઘ તૂટી જાય છે?
મોટા ભાગના લોકો અનેક વાર રાતે થોડા સમય માટે જાગી જાય છે અને ફરી એટલી જ ઝડપથી ઊંઘી પણ જાય છે, અને સવારે ઊઠ્યા બાદ તેમને તે યાદ પણ નથી હોતું.
શૉર્ટ વીડિયો
ભારત/વિદેશ
વીડિયો, જે કિલ્લામાં ભગતસિંહની ગુપ્ત બેઠકો થતી ત્યાં હવે જીન અને આત્માના વાસની વાતો કેમ થાય છે?, અવધિ 7,11
ઇતિહાસકાર સોહેલ કાશ્મી મુજબ ફિરોઝ તુગલકનો આ કિલ્લો આઝાદીની લડાઈમાં મહત્ત્વનો રહ્યો, જ્યાં ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદની ગુપ્ત બેઠકો થતી હતી.
મુંબઈ : એક જ પરિવારના ચાર લોકોનાં મોત, ડિનર બાદ મોડી રાતે તરબૂચ ખાધું હતું
શું તરબૂચ ખાધા બાદ કોઈનું મૃત્યુ થઈ શકે છે? મુંબઈના પાયધુની વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુની વાત સામે આવી ત્યારે દરેક વ્યક્તિના મનમાં આ જ પ્રશ્ન હતો. રાત્રે જમ્યા બાદ પરિવારના સભ્યોએ તરબૂચ ખાધું હતું જે બાદ તમામને ઝાડા અને ઊલટી થવાં લાગ્યાં હતાં.
ભરૂચમાં એવું શું થયું કે ચૈતર વસાવાએ લાફો માર્યો, સમગ્ર મામલો શું છે?
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરૂચ જિલ્લામાં એક ફૅક્ટરીમાં આગમાં મૃત્યુ પામનાર કામદારના સંબંધી વચ્ચે આજે મારામારીના વીડિયો વાઇરલ થઈ રહ્યા છે.
રઘુ રાયે કહ્યું હતું, 'જો હું ફોટોગ્રાફર ન હોત, તો માળી હોત'
ફોટોગ્રાફીની દુનિયામાં રઘુ રાયે પોતાનું કામ એટલી કુશળતાથી કર્યું કે તેમને આ દુનિયાના પ્રભાવશાળી વ્યક્તિત્વ માનવામાં આવે છે. ફોટોગ્રાફીની દુનિયામાં તેમનો પ્રભાવ એવો રહ્યો કે વધતી ઉંમરે પણ તેઓ કોઈ યુવા વ્યાવસાયિક કરતાં વધુ વ્યસ્ત રહ્યા.
ગુજરાત સહિત ભારતમાં મહત્તમ તાપમાન કેવી રીતે વધ્યું અને ગરમીનાં પ્રચંડ મોજાં કેમ આવી રહ્યાં છે?
હવામાન પરિવર્તનની સીધી અસર હવે દેખાવા લાગી છે. તેનાં પરિણામે દેશભરમાં હિટવેવનાં હૉટસ્પૉટ્સ બની રહ્યાં છે.
પતિ-પત્નીએ એક દાયકા સુધી બાળકોનું જાતીય શોષણ કર્યું, ફાંસીની સજા સુધી કેવી રીતે પહોંચ્યું દંપતી?
20મી ફેબ્રુઆરી, 2026ના રોજ ઉત્તર પ્રદેશની સ્પેશ્યલ પોક્સો કોર્ટે આશરે એક દાયકા સુધી 33 સગીરોની જાતીય સતામણી કરવા બદલ રામ ભવન અને તેની પત્ની દુર્ગાવતીને ફાંસીની સજા ફટકારી. અદાલતે તેને 'રેરેસ્ટ ઑફ ધ રેર' કૅટેગરીનો અપરાધ ગણ્યો હતો.
ટ્રમ્પની ડિનર પાર્ટીમાં ગોળીબાર થયા બાદ જેને પકડવામાં આવ્યો છે તે સંદિગ્ધ કોણ છે?
વ્હાઇટ હાઉસના પત્રકારો સાથે ડોનાલ્ડ ટ્રમ્પના ડિનર કાર્યક્રમ દરમિયાન થયેલી ગોળીબારની ઘટના પછી એક સંદિગ્ધને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
ઈરાનમાં સત્તા ખરેખર કોના હાથમાં છે - રાષ્ટ્રપતિ કે સેના, નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ ક્યાં છે?
ઈરાનમાં ઇસ્લામિક ગણરાજ્યની વ્યવસ્થામાં આ પદ સૌથી મોટું મનાય છે. સર્વોચ્ચ નેતા પાસે લગભગ દરેક મહત્ત્વના મામલે નિર્ણય લેવાનો અધિકાર છે. તેમાં જંગ, શાંતિ અને દેશની વ્યૂહરચના સાથે સંબંધિત મુદ્દા સામેલ છે. પરંતુ હકીકતમાં તો ઈરાનની તસવીર ખૂબ ઝાંખી છે.
'ધરતી પરનું નરક': ટ્રમ્પના વારંવાર થતા હુમલાઓ પર ભારત કેમ આક્રામક જવાબ નથી આપતું?
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક એવી પોસ્ટ શેર કરી કે જેમાં ભારતને 'નરક જેવી જગ્યા' કહેવામાં આવી હતી.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ





























































